એક કંપની નુક્સાન મા જતા નવા CEO ને લાવવા માં આવ્યો
તેનુ મુખ્ય કામ કંપની ના આળસુ કર્મચારી ને સીધા કરવાનુ હતુ….
જયારે તેણે કંપની નુ ચક્કર લગાવ્યુ ત્યારે જોયું કે એક કર્મચારી દીવાલ ના ટેકે આરામ
કરે છે…..!!
આ આળસ જોઈને તેને ચીઢ ચડી…..તે બધા કર્મચારીઓને પાઠ ભણાવવા માંગતો હતો..
CEO તો તે આરામ ફરમાવી રહેલ કર્મચારી ની નજીક ગયો અને રૂઆબ છાંટી કહ્યુ, “ તું
અઠવાડિયે કેટલા કમાય છે?”
પેલા એ જવાબ આપ્યો કે, ” 3000 રૂપિયા કમાવ છું અઠવાડિયે - પણ શું થયુ, સાહેબ?”
CEO એ તેને 12000 રૂપિયા આપ્યા અને કહ્યું, ”આ લે મહિના નો પગાર અને ચાલતી
પકડ પાછો કયારેય ના દેખાતો..”
CEO તો પોતાની જાત માટે ગૌરવ અનુભવવા લાગ્યો કે પેલા જ દિવસે તેણે એક ને તો
સસ્પેન્ડ પણ કરી દીધો!!
તેણે આજુ બાજુ જોઈ ને કહ્યું “ કોઈ મને કહેશે કે તે અહી શું ધંધા કરતો હતો ?
મલકાતા મલકાતા બીજા કર્મચારીએ કહ્યું “ પિઝ્ઝા હટ વાળો હતો ; ડિલીવરી કરવા
આવ્યો તો ! “