કે એક કચરાપેટી માખીઓને મોજ કરાવી દે છે.
કચરાપેટિમાં માખીઓની લોજ કરાવી દે છે.
કેટલાયે લોકોને લપસતા બચાવે છે એ,
કેળાની છાલોની એ(કચરાપેટી) ફોજ બનાવી દે.
....કે એક કચરાપેટી માખીઓને મોજ કરાવી દે છે.
લોકો જ્યારે પાણીની બોટલો નાખે છે એમાઁ,
તો ગંદકી સાથે એ હોજ બનાવી દે છે.
....કે એક કચરાપેટી માખીઓને મોજ કરાવી દે છે.
મચ્છરોનો તો શુઁ વિકાસ કરે છે એ,
ગંગુતેલી થઇને આવ્યો હોયને રાજા ભોજ બનાવી દે છે.
....કે એક કચરાપેટી માખીઓને મોજ કરાવી દે છે.