હુ છુ કચરાપેટી ઇન્ટરનેટ ની, નામ છે મારૂ ભંગારપોથી...
ઓરકુટ મા હુ બધા પાસે એક એક, જાણે આપી દહેજ મા ભેંટ,
કોઇએ કર્યો દાબો એકઠો તો કોઇએ રાખ્યા નકરા બાયુ ના ચિત્રો,
કોઇ લખે ગુજરાતી મા તો કોઇ વાંચે હિંદી મા,
ભાષા નો મને કોઇ રંજ નહી, રંગાઉ બધા ના રંગ મહી,
હુ છુ કચરાપેટી ઇન્ટરનેટ ની, નામ છે મારૂ ભંગારપોથી..
કોઇ વાપરે સવાર સાંજ તો કોઇ ખોલે બપોર ના જ,
અડધી રાત્રે પણ મને પોરો નહી, વાપરે જાણે બાપ નુ રાજ,
હુ છુ કચરાપેટી ઇન્ટરનેટ ની, નામ છે મારૂ ભંગારપોથી....
કોઇ ચોરે કવીતાઓ તો કોઇ નાખે Thank you મારામા,
કોઇ આપે ડાયરેક્ટ લિંક તો કોઇ નિ બનુ હું જ લીંક,
સર્વધર્મ સમભાવ રાખી હુ ના રાખુ કોઇનો ભેદ,
હુ છુ કચરાપેટી ઇન્ટરનેટ ની, નામ છે મારૂ ભંગારપોથી...
કોઇએ માર્યુ તાળુ મારામા તો કોઇ નિ હુ ખુલ્લી પોથી,
આમ કરી મે માથે રાખી સ્વામીપણા ની ટેક હંમેશ,
હુ છુ કચરાપેટી ઇન્ટરનેટ ની, નામ છે મારૂ ભંગારપોથી..
કોઇ નાખે આઇ લવ યુ, તો કોઇ કહે છે કે આઇ મિસ્સ યુ,
કોઇ પુછે કેમ નહી ભંગાર? તો કોઇ કોઇ કહે છે આટલા બધા ભંગાર?
પણ મને શુ ફરક પડે,
હુ છુ કચરાપેટી ઇન્ટરનેટ ની, નામ છે મારૂ ભંગારપોથી..
કોઇને માટે હુ છુ અનમોલ તો કોઇને કાજ હુ કટાયેલુ ખંજર,
પણ મુજ તુચ્છ ને શી ખબર અનમોલ શુ ને ખંજર શુ,
હુ તો આખરે દહેજ નિ છુ એક તુચ્છ ભેંટ,
હુ છુ કચરાપેટી ઇન્ટરનેટ ની, નામ છે મારૂ ભંગારપોથી....
મને ન વાપરો તો તમારા ને દુખ અને વાપરો તો આપણ ને બધા ને સુખ,
તો વાપરો મને જોરસોર થી,
હુ છુ કચરાપેટી ઇન્ટરનેટ ની, નામ છે મારૂ ભંગારપોથી.......
લી. ભંગારપોથી