મારા ઘરની બાજુ મા રે'તી સમજુડી,જ્યારે જ્યારે એના ધાબે સડે...
ત્યારે મારા દિલની ધડકન ય તે, ઘડીક હેઠે જાય ને પાસી ઉપર સડે...
ઇ એક્ટીવા લઇને કોલેજે જાય ત્યારે,આખી સોસાયટી મા એનો વટ પડે...
પણ રસ્તા મા કોઇ સેડતી કરે તો, એના ગાલે 'સમજુડી'ની થપાટ પડે...
આમ તો દિલ ની હાવ ભોળી, એને બોવ ઝાઝી ખબર નો પડે...
પણ બધા ગોતતા હોય શેરી મા, તયી કો'ક ની હારે સો(ચો)પાટી મા જડે...
હુ એની આંખ્યુ મા જોવ તો, મને આખી પ્રુથ્વી નજરે પડે....
પણ ખબર પડે કે એણે પ્રુથ્વી વાળા લેન્સ પેર્યા છે, ત્યારે બોવ દાઝ ચડે...
આમ તો એની એટલી બધી વાતુ સે કે, કોઇ દી પુરી જ નો પડે...
પણ એક તો આ 'કસરો' ટોપીક ને મારી દેશી ભાષા, કદાસ તમારા પલ્લે નો પડે...
એટલે આ વાચી ને તમારુ હુ થાહે, એ વીસારી ને મારે હવે અટકવુ પડે...
અને તમે બધા ભેગા થઇને મને મારો, ઇ પેલા સટકવુ પડે....