એક વાર ખાવ પણ ત્રણ વાર દાતણ કરો, એનો છે બહુ મહિમા,
દાતણ તો કેટલાય છે, હરાભરા આ જગમાં,
પણ આપણને તો ફાવે ટૂથપેસ્ટ, જુદા જુદા કલરમાં.
એક કહે કે કરો દાતણ બાવળનુ, દરરોજ સવારની પહોરમાં,
થાય જડબાની કસરતને, દુખેના કદી દાંત પેઢામાં,
પણ આપણને તો ફાવે ટૂથપેસ્ટ, જુદા જુદા કલરમાં.
એક કહે કરો દાતણ કર્ંજનુ, ઉઠી સવારના પહોરમાં,
ગમે તેવો રોગ મોઢાનો, જાય ઘડી પળમાં,
પણ આપણને તો ફાવે ટૂથપેસ્ટ, જુદા જુદા કલરમાં.
એક કહે કરો દાતણ વડનુ, પડે જ્યારે છાલા મોઢામાં,
માઉથ અલ્સરની રામબાણ દવા, થાય રાહત મોઢામાં,
પણ આપણને તો ફાવે ટૂથપેસ્ટ, જુદા જુદા કલરમાં.
એક કહે કરો દાતણ બોરસલીનું, દાંત ઢીલા ન પડે પેઢામાં,
વજ્ર જેવા દાંત કરશે અને અખરોટ તોડશો મોઢામાં,
પણ આપણને તો ફાવે ટૂથપેસ્ટ, જુદા જુદા કલરમાં.