Saturday, October 8, 2011

જાગો ગ્રાહક જાગો…

લગ્નના રિસેપ્શનમાં ગયા હો તો ચાંલ્લો કર્યા પછી એની પાકી પહોંચ લઈ લેવાની ટેવ

રાખો. પેલું કપલ બે વરસમાં ઝગડીને છૂટું પડી જાય તો રસીદ બતાડી

ચાંલ્લોપાછો માગતાં ફાવે !

જાગો ગ્રાહક જાગો…..

મેચમાં ‘ઈન્ડિયા જીતે છે’ એવી ૫૦૦ રૂપિયાની શરત મારનારના ૫૦૦ રૂપિયા એ જ

વખતે ટેબલ પર મુકાવી દો . કારણ કે ઇન્ડિયા હારી જાય પછી માગવા જશો તો ‘‘સાલા

દેશદ્રોહી…’’ એમ કહીને બધા તમને જ મારવા લેશે !

જાગો ગ્રાહક જાગો…..

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

છાપાની કોલમમાં કોઈ ફિલ્મ વિશે એમ લખ્યું હોય કે ‘આની એકે એક ફ્રેમમાંથી સૌંદર્યની

કવિતા ટપકે છે…’

આવું વાંચીને એ ફિલ્મ જોવા જતાં પહેલાં એ વિવેચકનું પાકું નામ-સરનામું-ફોન નંબર

લઈ લેવા !

જેથી ફિલ્મ જોયા પછી એને કહી શકાય કે મને તો એકે એક ફ્રેમમાં શબાના, નંદિતા અને

સીમા વિશ્વાસ જેવી ખખડી ગયેલી આઈટમો જ દેખાતી હતી ! ભાઈ,

આમાં તમને કોના સૌંદર્યમાં કવિતા દેખાણી ?’’

જાગો ગ્રાહક જાગો….

‘પાસ થવાની ૧૦૦ ટકા ગેરંટી’ આપનાર ટ્યૂશન કલાસિસમાં છોકરાંઓની ફી ભરતાં

પહેલાં કલાસીસના માલિકનું પણ ઘરનું પાકું સરનામું લઈ રાખવું. કારણ કે તમારો ડોબો

નાપાસ થયા પછી કલાસીસ પર લડવા જશે તો પટાવાળો કહેશે ઃ સાહેબ તો કુલુ-

મનાલી ગયા છે !

જાગો ગ્રાહક જાગો…..

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

બેવફા સનમ

એક બેવફાની યાદમાં મેં જામ ઉઠાવી લીધો,
.
.
.
.

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

.
.
.
પછી લગાવ્યો બ્રેડ પર અને ફટાફટ ખાઈ ગયો.

Moral of the story: બધા આશિક દારૂડિયા નથી હોતા…..થોડા ભૂખ્યા પણ હોય છે…

ભારત માં ક્યા શહેર માં કેવું જોવા મળે?

બે વ્યક્તિ લડતા હોય અને ત્રીજો વ્યક્તિ આવે, તે જુએ અને ચાલ્યો જાય!! સમજો કે…

તમે મુંબઈ માં છો..

બે વ્યક્તિ લડતા હોય, બંને પોતાના મોબાઈલ થી કોલ કરે અને તેના મિત્રો ને બોલાવે

અને પછી ૫૦ લોકો લડવા લાગે !! સમજો કે તમે પંજાબ માં છો..

બે વ્યક્તિ લડતા હોય, ત્રીજો તેને શાંત પાડવા માટે જાય તો પેલા બંને તેને જ મારવા

લાગે, તમે દિલ્હી માં છો..

JMD COMPUTER India - Outsourcing Website Development India - website development India - e commerce development India

બે વ્યક્તિ લડતા હોય, અને ટોળું ભેગું થઇ જાય ત્યારે ત્રીજો ચા ની લારી લઇ ને આવે ”

ગરમા ગરમ ચા ” , અમદાવાદ આવી ગયું..

બે વ્યક્તિ લડતા હોય, ત્રીજો આવે, ચોથો આવે, બધા દલીલો કરવા લાગે, કોલકતા છે

બોસ..

બે વ્યક્તિ લડતા હોય, ત્રીજો આવે અને કહે ” મારી ઘર ની સામે ના લડો, લડવું હોય તો

આર્મી માં જાવ ને.. કેરલ છે ભાઈ

બે વ્યક્તિ લડતા હોય,ત્રીજો હાથ માં દારૂ ની બોટલ લઇ ને આવે, ત્રણેય પીવા નું ચાલુ

કરે અને મિત્રો બની ને ઘરે જાય….ગો ગોઆ!!

Related Posts with Thumbnails

पुराने ओल्डर पोस्ट

loveable Poet © 2008 JMD Computer Mo: 91 9825892189