એક બીયર-બારમાં એક ભાઈ બેઠો હતો, અને સામે પડેલ તેના ગ્લાસ ને જોઈ રહ્યો હતો…
તે લગભગ કલાક થી તે ગ્લાસને જ જોતો બેઠો હતો…
અચાનક જ એક પડછંદ ગુંડા જેવો દેખાતો માણસ આવ્યો અને તેની બાજુ માં ઉભો રહ્યો,
સામે પડેલ ગ્લાસને ઉપાડ્યો અને પી ગયો…
પેલો ભાઈ તો રડવા જ લાગ્યો.
ગુંડાએ કહ્યું, “અરે ભાઈ… રડે છે શું કામ? તને હું બીજો ગ્લાસ લઇ આપું… ચૂપ થઈ જા…
મને રડતા લોકો જરાય પસંદ નથી..”
પેલો ભાઈ તો વધારે જોર જોરથી રડવા માંડ્યો… અને પછી બોલ્યો, “ના એવી કંઈ વાત
નથી..”
“આજ નો દિવસ મારી જિન્દગીનો સૌથી ખરાબ દિવસ છે..
સવારે ઉઠાવામાં મોડું થયું…
એટલે ઓફિસે પણ મોડો પહોંચ્યો,
હજી કામની શરૂઆત જ કરી હતી… ત્યાં મારા શેઠે મને નોકરીમાં થી પણ કાઢી મુક્યો,
હતાશ થઇને નીચે આવ્યો… તો ઓફીસ ના પાર્કિંગ માં જોયું તો મારી એક ને એક ગાડી
ચોરી થઇ ગઈ….
પોલીસ ને ફરિયાદ કરી પણ કઈ ફાયદો ન થયો…
પછી ટેક્ષીમાં ઘરે આવ્યો પણ પછી યદ આવ્યું કે પાકીટ તો ટેક્ષીમાં જ ભૂલી ગયો હતો,
આ હજી ઓછું હોય તેમ, ઘરે આવીને જોયું તો મારી પત્ની ડિવોર્સની ચિઠ્ઠી મૂકી ને તેને
પિયર ચાલી ગઈ હતી, તેથી હું ઘર છોડી અહિં બીયરબારમાં બેઠો હતો..
અને હું લાઈફ થી કંટાળીને ચિંતા કરતો વિચારતો હતો કે “આ ઝેર ભેળવેલી બીયરનો
ગ્લાસ પી જાઉં કે કેમ?”