Wednesday, May 20, 2009

હકારાત્મક અભિગમ

પપ્પા: "મારી ઇચ્છા છે કે હું કહું તે છોકરી સાથે તું લગ્ન કર."

પપ્પુ: "પણ પપ્પા, હું તો મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરીશ."

પપ્પા: "પણ દિકરા, હું જે છોકરીની વાત કરું છું તે બિલ ગેટ્સની દિકરી છે."

પપ્પુ: "પપ્પા, યુ આર ગ્રેટ, હું ક્યાં કોઈદી આપની આજ્ઞા અવગણું છું!"

પપ્પા બિલ ગેટ્સને મળવા જાય છે…

પપ્પા: "હું તમારી દિકરી માટે માંગું લઈને આવ્યો છું."

બિલ ગેટ્સ: "પણ મારી દિકરીને પરણાવાની હજી ઘણી વાર છે."

પપ્પા: "પણ આ મુરતિયો વિશ્વ બેંકનો વાઈસ પ્રેસિડન્ટ છે!"

બિલ ગેટ્સ: "ઓહ! એમ વાત છે તો કરો કંકુના.."

છેવટે પપ્પા વિશ્વ બેંકના પ્રેસિડન્ટને મળવા જાય છે….

પપ્પા: "વાઈસ પ્રેસિડન્ટની પોસ્ટ માટે એક યુવાનની ભલામણ લઈને આવ્યો છું."

પ્રેસિડન્ટ: "પણ મારી પાસે જરુરત કરતાં વધારે વાઈસ પ્રેસિડન્ટ છે…"

પપ્પા: "પણ આ યુવાન બિલ ગેટ્સનો જમાઈ છે."

પ્રેસિડન્ટ: "તમારે આ વાત પહેલે કરવી જોઈતી'તી!"

મોરલ ઑફ ધ સ્ટોરી:
તમારી પાસે કંઇ ન હોય તો પણ તમે તમને જે જોઈએ તે મેળવી શકો છો, તમારો અભિગમ હકારાત્મક હોવો જોઈએ

1 comments:

વિનય ખત્રી said...

આ તમારું લખાણ છે?

Related Posts with Thumbnails

पुराने ओल्डर पोस्ट

loveable Poet © 2008 JMD Computer Mo: 91 9825892189