ધંધો ન કોઇ ગમતો, ના નોકરી ગમે છે,
કે જ્યારથી, અમોને એક છોકરી ગમે છે !
એનો જ એક ચહેરો ઘૂમ્યાં કરે મગજમાં,
ના ઘર મને ગમે છે, ના ઓસરી ગમે છે !
ટી શર્ટ, જીન્સ પહેરેલી, બહેનપણીઓ વચ્ચે -
પંજાબી ડ્રેસ સાદો, ને ઓઢણી ગમે છે.
બાબત એ ગૌણ છે કે, એમાં લખેલ શું છે,
રાખે ગુલાબ જેમાં, એ ચોપડી ગમે છે.
સખીઓની સંગ જ્યારે એ ખાય શીંગ ખારી,
ફેંકે છે જે અદાથી, એ ફોતરી ગમે છે. ...
0 comments:
Post a Comment