જીવન ની અમુક ક્ષણે કરવામાં આવતા બિનજરૂરી સવાલો…
.
.
.
.
પિક્ચર જોવા ગયા હોઇએ અને કોઇ ઓળખિતા ભાઈ સિનેમામાં મળી જાય
ત્યારે:
અરે… તમે અહિંયા શું કરો છો??
મારા મનમાં આવતો જવાબ : બ્લેક માં ટીકીટ વેંચું છું! તમારે વેંચવી છે??
તો આપું..
બસ માં હોઈએ ત્યારે : કોઈક જાડા કાકી તમારા પગ ઉપર પોતાનો હાથી
પગ મૂકી દે અને કહે,
સોરી હો! બહુ વાગ્યુ તો નથી ને..?
મારા મનમાં આવતો જવાબ : અરે ના ના કાકી હોય કંઈ, મેં તો
એનેસ્થેસિયા નો બાટલો પેહરેલો છે..બંન્ને પગ રાખી દો કંઈ વાંધો નહિ..
રાત્રે 11:30 વાગે કોઈનો ફોન આવે અને કહે,
સોરી હો… સુઇ ગયા હ્તા??
મારા મનમાં આવતો જવાબ : ના ભાઈ ના! હમણા સુવા નું જ બંધ કરી દીધું
છે, હમણા હું રીસર્ચ કરું છું કે આફ્રિકા ના વાંદરા ઓ પરણતા હશે કે કેમ??
તમને એમ હશે કે હું સુતો હોઈશ નહિં? અને હા… મને તો ખબર હતી તમે
ફોન કરશો જ ..
જયારે તમે વાળ કપાવી ને ઘરે આવતા હો ત્યારે અથવા બીજા દિવસે
ઓફિસમાં :
હમમમ…. વાળ કપાવ્યા લાગે છે..
અથવા તો …
શું? વાળ કપાવી આવ્યા?
મારા મનમાં આવતો જવાબ : ના ના ! આ તો પાનખર ઋતુ છે ને.. એટલે
વાળ ખરવાની સિઝન છે….
જયારે કોઈ તમને લેન્ડ લાઈન પર ઘરે ફોન કરે ત્યારે :
ક્યાં છો ભાઈ?? હમણા દેખાતા નથી..??
મારા મનમાં આવતો જવાબ : બીગ બાઝાર માં છું, આ ઘરનું ડબલું
(લેન્ડલાઈન ફોન) ગળામાં લટકાવી ને ફરું છું..