Sunday, September 6, 2009

ઘણું છે

નથી મને કંઈ ભગવાનને મળવાની ઝંખના,
એમની એક ઝાંખી મળે તો પણ ઘણું છે.

નથી મને રાજમહેલમાં રહેવાની ઝંખના,
રહેવા માટે એક ઝૂંપડી મળે તો પણ ઘણું છે.

નથી મને બત્રીસ ભાતના ભોજનની ઝંખના,
પેટ ભરવા બટકું રોટલો મળે તો પણ ઘણું છે.

નથી મને દેશ-વિદેશ ફરવાની જવાની ઝંખના,
મારા ગામમાં ઇજ્જત સચવાઈ રહે તો પણ ઘણું છે.

નથી મને ચાંદ પર જવાની ઝંખના,
ધરતી પર સારી જિંદગી મળે તો પણ ઘણું છે.

નથી મને દુનિયામાં અમર રહેવાની ઝંખના,
થોડી ટૂંકી પણ સારી જિંદગી મળે તો પણ ઘણું છે.

નથી મને કોઈ સ્વપ્ન પરીની ઝંખના,
કોઈ નાજુક નમણી નાર મળે તો પણ ઘણું છે.

નથી રજનિ ને ચંદનના લાકડામાં સળગવાની ઝંખના,
સૂકા બાવળના થોડા લાકડા મળે તો પણ ઘણું છે.

- Loveable Poet

0 comments:

Related Posts with Thumbnails

पुराने ओल्डर पोस्ट

loveable Poet © 2008 JMD Computer Mo: 91 9825892189