Sunday, September 6, 2009

તો નજીક આવ

DOST

છે પ્રેમનો

સવાલ, જરા તો નજીક આવ !

ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ !

મોટેથી કહી શકાય, નથી એવી વાત એ;

સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ !

અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે,

રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ !

ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;

જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !

જાવું છે મારે દૂર ને ઝાઝો સમય નથી,

છોડીને સૌ ધમાલ, જરા તો નજીક આવ !

વાગી રહી છે મોતની શરણાઇઓ અમર,

જોવા જીવનનો તાલ, જરા

તો નજીક આવ !

- Loveable Poet

દરીયો નીકળ્યો

માછલી સાથે જ દરીયો નીકળ્યો,

લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.

 

હુંજ મારા ભાર થી થાકી ગયો,

હું હતો એ 'હું' જ ખોટો નીકળ્યો.

 

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,

મૂઠ ખોલી ત્યાંજ તડકો નીકળ્યો.

 

સાંજ પડતાંયે ફર્યુ ના એટલે,

શોધવા પંખીને માળો નીકળ્યો.

 

આશરો કેવળ નદીને જ હતો,

એક સાગર એય ખારો નીકળ્યો.

 

આગીયાઓ ઉજળા છેકે પછી-,

વેશ બદલી સૂર્જ ઊડતો નીકળ્યો.

 

થોભવાનો થાક વસમો હોય છે,

માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો

- Loveable Poet

દીકરી

દીકરીને અગ્નિદાહ આપ્યો તે પહેલા ઈશ્વરને

બે હાથ જોડીને કહ્યું હતું સાસરે વળાવતો હોઉં

એવી જ રીતે મારી દીકરીને વિદાય કરું છું,

ધ્યાન રાખીશને એનું?

અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,

લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!

એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ

આંગણામાં પાણી મૂક્યું હતું…

નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!

પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો

એક નિસાસો નંખાય જાય છે…ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં

તારા વિશે તપાસ કરાવવાની જરુર હતી,

કન્યાપક્ષના રિવાજો ને તારે માન આપવું જોઈએ,

દસ દિવસ થઈ ગયાં…અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ..

- Loveable Poet

Related Posts with Thumbnails

पुराने ओल्डर पोस्ट

loveable Poet © 2008 JMD Computer Mo: 91 9825892189